ગીરગઢડાના જરગલી ગામે આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં ઇયળ અને ધનેડા જોવા મળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે ભોજન બનાવવા માટેના અનાજ ઉપરથી ખરાબ આવે કે પછી સ્થાનિક કેન્દ્રમાં સાફ સફાય કરાતી નથી. તેવા સવાલો ઉઠવા પામેલ છે. આવા ઇયળો વાળા અખાદ્ય ખોરાક ખાવાથી બાળકોના જીવનું જોખમ મંડાય રહ્યું છે. અને અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપે છે. તેમજ બાળકોને વિટામીનને બદલે માંદગી ઉભી થતી હોય આ બાબતે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસ કરી બાળકોને સ્વચ્છ ભોજન ખવડાવવામાં આવે તેવી વાલીઓમાં માંગણી ઉઠવા પામેલ છે.
વાલીએ ડબ્બો ખોલતાજ ડાળઢોકરીના ભોજનમાં ઇયળ, ધનેડા દેખાયા
ગીરગઢડાના જરગલી ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 3 માં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ માટે આવતા હોય છે. અને તમામ બાળકોને સવાર અને બપોર એમ અલગ અલગ સમયે કેન્દ્ર ખાતે નાસ્તો અને ભોજન કરાવવામાં આવે છે. ત્યારે ગામમાં રહેતા બાળકના ભાગના ડબ્બામાં દાળ ઢોકરી પીરસવામાં આવી હતી. જે અને તે બાળક પોતાના ઘરે લઇ ગયેલ હોય ત્યાં તેમના વાલીએ ડબ્બો ખોલતાજ ડાળઢોકરીના ભોજનમાં ઇયળ, ધનેડા દેખાતા ચોકી ગયા હતા.
ઇન્ચા. સીડીપીઓનો ટેલીફોનિક સંપર્ક કરતા ફોન રીસીવ ન કર્યો
આ અંગેની જાણ ગામના સરપંચને કરતા જાગૃત યુવાનો, આગેવાનો સહીત તાત્કાલીક આંગણવાડી ખાતે દોડી ગયેલા અને આ બાબતે મહીલા સંચાલક સમગ્ર હકીકત જણાવતા આ ભોજનમાં કોઇ કારણોસર આ ઇયળ પડેલ હોવાનું કહી પોતાનો બચાવ કરેલ હોય આ બાબતે તાલુકા બાળવિકાસ સંકલનના ઇન્ચા. સીડીપીઓનો ટેલીફોનિક સંપર્ક કરતા ફોન રીસીવ કર્યો ન હતો.
મારી ભુલ થઈ ગઈ, મહિલા સંચાલક
જરગલી ગામના સરપંચ માનભાઇ રામસીભાઇ ગુજરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે મને જાણ થતાં હું કેન્દ્ર પર ગયેલ અને ત્યાં મહીલા સંચાલકને આ અંગે પુછતા તેમણે જણાવેલ કે મારી ભુલ થઇ ગઇ છે. એમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.