ઊના ભાવનગર હાઇવે પર છાશવારે અકસ્માતની ઘટના અવાર નવાર બનતી હોય તેમ ગાંગડા ગામ નજીક હાઇવે પર બાઇક ચાલકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા પતિની નજર સામે પત્નિનું ઘટના સ્થળે મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઘુધાભાઇ પુંજાભાઇ ખસીયા અને તેમના પત્નિ નાનુબેન ઘુઘાભાઇ ખસીયા બન્ને પોતાની બાઇક નં. જીજે. 32 પી 1103 પર પસવાડા ગામે કુંટુંબ પરીવારમાં મરણ થયેલ હોય ત્યા બેસણામાં ગયેલ અને ત્યાંથી પરત સવારે ઘરે ગાંગડા ગામે જતાં હતા. ત્યારે ગાંગડા ગામ નજીક હાઇવે પર પાછળથી પુરપાટ ઝડપી આવતો કાર નં.જીજે. 05 આર એલ 6166 ના ચાલકે બાઇકને હડફેટે લીધું હતું અને બન્ને પતિ-પત્નિ રસ્તા પર ફંગોળાઇ ગયેલ હતા. જેમાં નાનુબેન ખસીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળજ મોત થયું હતું .
જ્યારે પતિ ઘુઘાભાઇને પગમાં ફેક્ચર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી કાર ઘટના સ્થળે મુકી નાશી ગયેલ હતો. આ અંગે ઇજાગ્રસ્ત ઘુઘાભાઇ ખસીયાએ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર ચાલકને પકડી પાડવા ચક્રગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.