ઊનામાં વિધવા સહાય યોજના કૌભાંડ:નાણાં ખીસ્સામાં નાખનાર બંને શખ્સો વધુ પાંચ દિવસના રિમાન્ડ પર

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૌભાડ કરનાર બંને આરોપીનાં 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ફરી કોર્ટમાં રજૂ કર્યા’તા

ઊના મામલતદાર કચેરીમાં વિધવા સહાયની 2.30 લાખની રકમ ઓપરેટરે ખીસ્સામા નાંખી લીધી હોય ધારાસભ્ય વંશની રજૂઆત બાદ મામલતદાર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અને અટક બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. જે પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા 12 સપ્ટેમ્બર સુધી રીમાન્ડ મંજૂર કરાયા હતા.ઊના પંથકમાં 7 હજાર જેટલા લાભાર્થીને ગંગા સ્વરૂપ સહાય યોજના હેઠળ લાભ મળતો હોય જે રકમ બેંક ખાતામાં જમા થતી હોય છે.

પરંતુ હંગામી કર્મચારીએ ખાતા નંબર સાથે ચેડા કરી મામલતદાર ઓફીસના ડ્રાઈવર તેમજ અન્ય ઓપરેટરના સગા-સંબંધીના બેંક એકાઉન્ટમાં 2.30 લાખની રકમ નાખી ખીસ્સો ભરી લીધો હોય અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ બાદ હંગામી કોમ્પ્યુટર ઓપરેટર વિનોદ રમેશભાઈ સોલંકી રહે. ચાંચકવડ તેમજ જિલ્લા કક્ષાએ કામ કરતા તૃષાર કાચા નામના શખ્સે કોઈને જાણ કર્યા વગર પોતાના તેમજ અન્ય ખાતામાં આ રકમ જમા કરાવી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.

અને ઓનલાઈન પોર્ટલ મુજબ 9 લાભાર્થીઓને 2.23,750ની રકમ અન્યના ખાતામાં જમા કરાવી લીધી હતી. અંતે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે વિનોદ સોલંકી અને તુષાર કાચાની અટક કરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પૂર્ણ થતા વધુ રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાતા વધુ 5 દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા.

કર્મીઓને નિવેદન માટે બોલાવાયા
આ ઉપરાંત કચેરીમાં કામ કરતા તમામ કર્મીઓને નિવેદન માટે પણ બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. અને તેમના નિવેદન બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...