તસ્કરને પકડી પાડ્યો:બાઇક ચોરી કરનાર શખ્સને પોલીસે ઉનામાંથી ઝડપ્યો; બાઈક મુંબઈના કોટન ગ્રીન સ્ટેશનના કાલા ચોકી વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું કબુલ્યું

ઉનાએક મહિનો પહેલા

ઉના ભાવનગર રોડ પર ચોરીની બાઇક લઇ એક શખ્સ ઉભેલો હોય તેવી બાતમી આધારે પોલીસે સ્થળ પર જઇ પુછપરછ કરતા બાઇકના કાગળો મળી ન આવતા અને વધુ પુછપરછ કરવામાં આવી હતી. બાઇક મહારાષ્ટ્રના મુંબઇથી ચોરી કરી હોવાની કબુલાત કરતા શખ્સની મુદ્દામાલ સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉના રોકડીયા હનુમાન મંદિર પાસે એક શખ્સ ગ્રે કલરનું ટીશર્ટ તથા મહેંદી કલરનું પેન્ટ પહેરી તેની પાસે રહેલી શંકાસ્પદ મોટર સાયકલ ચોરીની હોવાની બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી પુછપરછ કરતા પોતાનું નામ સુરેશભાઇ ઉર્ફે ગટી પુનાભાઇ તેજાભાઇ ઉનેવાળ જણાવ્યું હતું. તેની પાસે રહેલી બાઇક અને તેના કાગળો માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવતા અને બાઇક અંગેની વધુ પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો. ગોળ ગોળ વાતો ફેરવતો હતો જેથી કડક હાથે પોલીસે પુછતાં આ શખ્સે બાઈક મુંબઈના કોટન ગ્રીન સ્ટેશનની બાજુમાં કાલા ચોકી વિસ્તારમાંથી ચોરી કરેલું હોવાની કબુલાત કરી હતી. ત્યારે પોલીસે આ શખ્સ પાસેથી બાઇક સાથે આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...