ડાલામથ્થાએ મારણની મિજબાની માણી:ગીર નજીકના આલીદર ગામમાં રામ-લખનની જોડીનો વાછરડા પર હુમલો; સિંહનુ ઘર હોય તેમ ગ્રામજનોએ આ બન્ને સિંહના નામ પણ રાખ્યાં

ઉના2 દિવસ પહેલા

ગીર નજીકના સીમ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓને શિકાર માટે ગામમાં આવું સામાન્ય બની ગયું હોય તેમ શિકાર કર્યા બાદ ચાલ્યાં જતાં હોય છે. ગીર નજીક આવેલા આલીદર ગામમાં રામ-લખનની જોડી એક સાથે ગામમાં ઘુસી અને એક મકાન પાસે વાછરડા પર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. આ વાયરલ વીડિયોમાં લાઇવ મિજબાની માણતા હોવાનું જોવા મળે છે.

રહેણાંક મકાન પાસે વાછરડાનું મારણ
સિંહ દર્શન કરવા હોય તો આવો આલીદર કેમ કે, નાના એવા ગામમાં સિંહનું જાણે ઘર હોય તેમ હવે તો ગ્રામજનોએ સિંહના નામ પણ રાખ્યા છે. રાત્રીના 1:30 વાગ્યાની આસપાસ ગામના પંચવટી વિસ્તારમાં સિંહની રામ-લખન નામની જોડીએ એક રહેણાંક મકાન પાસે વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી. બાદમાં મૃત વાછરડાને ઢસડીને લઈ જતા હતા. એ વખતે ત્યાંથી પસાર થતા આદિત્યસિંહે આ તસ્વીર ક્લીક કરી હતી.

સિંહણના મોત અંગે વનવિભાગ દ્વારા તપાસ શરૂ
થોડા દિવસો પહેલા પણ બન્ને વનરાજાએ ગામમાં આવી મારણની મિજબાની માણી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા આ ગામના કાળીધાર વિસ્તારમાં એક સિંહણના મોત બાદ તેમને સળગાવી દેવામાં આવેલ એ ઘટનાની હાલ વનવિભાગ દ્વારા તપાસ શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...