રોડની હાલત અતિબિસ્માર:ઉના ખાતે અતિબિસ્માર રસ્તાના કારણે ટ્રેકટરની ટ્રોલીમાંથી લોખંડની પ્લેટ સાથે ટાયર રસ્તા પર પડ્યું; ઘટનામાં સદનશીબે જાનહાની ટળી

ઉના25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ સામતેર નજીક રસ્તા પર ટ્રેકટર પસાર થઈ રહ્યું હતું. એ દરમ્યાન બિસ્માર રસ્તાને કારણે ટ્રેકટરની ટ્રોલીના પાછલા વીલમાં લોખંડની પ્લેટ સાથે ફીટ કરેલું ડબલ ટાયર સાથેનું વીલ અચાનક રસ્તા પર છુંટુ પડી ગયું હતું. ત્યારે સદનશીબે રસ્તા પર​​​​​​​ ટ્રેકટર ઘીમિગતીમાં ચાલતું હોવાના કારણે આવતા જતા વાહનો માટે​​​​​​​​​​​​​​ અકસ્માત ટળ્યો હતો.

આ રસ્તો બે કરોડના ખર્ચે બનેલો છે તેમ છતાં રસ્તાની હાલત અતિબિસ્માર થઈ ગયેલ છે. હાલ તંત્ર દ્રારા રસ્તા ઉપર પડેલ ખાડાને બુરવાની કામગીરી ચાલુ કરી છે. પરંતુ તંત્ર દ્વારા રસ્તા પર પથ્થરની કપ્ચી, માટી નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે. રસ્તા પર માટી નાખવામાં આવેલ તેમાંથી પથ્થર બહાર ઉડીને સીધા રસ્તા પર પસાર થતા નાના મોટા વાહન ચાલકોને વાગવાના બનાવો વધી રહ્યાં છે. અને જેના કારણે લોકોને ઈજા પહોંચી રહી હતી. તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...