ઊના પંથકનાં સામતેર આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ પુરતા કર્મચારીઓ ફરજ પર ન હોય. જેથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઊનાના સામતેર આરોગ્ય કેન્દ્ર હેઠળ 16 ગામો આવતા હોય તેમજ આ કેન્દ્રમાં વિવિધ ડિપાર્ટમેન્ટમાં 12 કર્મચારીઓ ફરજ બનાવતા હોય પરંતુ બપોર બાદ માત્ર 2 કર્મચારી જ હાજર જોવા મળી રહ્યાં છે. એમબીબીએસ ડોક્ટર, ફોર્મસીસ, લેબોરેટરી, સ્ટાફનર્સ સહીતના કર્મચારીઓ ન હોવાના કારણે અહીં આવતા દર્દીઓને સારવાર તપાસ કે દવા માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે.
ઉલ્લેખનીય એ છે કે, હાલ ઉનાળાની સીઝનમાં વાયરલ તાવ જેવા કે ઝાડા, ઉલ્ટી, શર્દી, ઉધરસ કેસો વધુ જોવા મળતા હોય ત્યારે ગરીબ પરીવારના લોકોને નાછુટકે ખાનગી હોસ્પીટલમાં વધુ ખર્ચા કરી વાહનોમાં ઊના સુધી ધક્કો ખાવો પડતો હોય છે. આરોગ્ય કેન્દ્રમાં એફ એચ ડબલ્યુ, એમ પી ડબલ્યુ, એ એન સી તેમજ પી એન સીને રસી આપ્યા બાદ વિઝીટ કરવા જવાનું હોય છે.
પરંતુ આ કર્મચારી બીજા દિવસે વિઝીટ કરવા જતા નથી. એફ એચ ડબલ્યુ તેમજ એમ પી ડબલ્યુ એ રોજના 20 ઘરની વિઝીટ કરવાની હોય છે. પરંતુ વિઝીટ કરવામાં આવતી નથી. અને બપોર પછી પોતાના ઘેર હાજર રહેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. અને કોઇ કર્મચારી માહીતી લેવા આવતુ ન હોવાનો શૂર સાંભળવા મળ્યો છે.
શું કહે છે અધિકારી ?
આ અંગે ટી.એચ.ઓ.નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું રજા પર છું અને જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા હું જોવડાવી લઉ છું. અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ મુદ્દાને લઈ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.