બિસ્માર રસ્તાથી છૂટકારો મળ્યો!:ઉનાના ખત્રીવાડા-સનખડા ગામનો મુખ્ય રસ્તો ડામરથી મઢવાની કામગીરી શરૂ; ગામલોકોમાં ખુશી માહોલ

ઉના18 દિવસ પહેલા

ઉનાના ખત્રીવાડા-સનખડા ગામના મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હોય જેથી ગામ લોકોના હિતમાં ગ્રામ પંચાયત સરપંચે તંત્રને અવાર નવાર રજૂઆત કરી હતી. આથી આ રોડ મંજુર થતા તંત્ર દ્રારા રસ્તાને ડામરથી મઢવામાં આવતા ગામ લોકોની સમસ્યા હલ થઇ હતી અને ગામ લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

ખત્રીવાડાથી સનખડા ગામનો મુખ્ય રસ્તો માત્ર એક જ હોય અને આ રસ્તા પરથી બન્ને ગામના લોકો સતત અવર જવર કરતા હોય, ત્યારે રસ્તો બિસ્માર હોવાના કારણે મુશ્કેલી અનુભવતા હતા. આ બાબતે ખત્રીવાડા ગ્રામ પંચાયત સરપંચે તંત્રને અવાર નવાર રજુઆત કરી બિસ્માર રસ્તાને તાત્કાલીક રીપર તેમજ નવિનિકરણ કરવા માંગણી કરેલ હતી. આથી તંત્ર દ્રારા ખત્રીવાડા અને સનખડાનો મુખ્ય રસ્તાની કામગીરી શરૂ થતા ગામ લોકોમા ખુશીનો માહોલ જોવા મળેલ અને લોકોએ મુશ્કેલીથી રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...