ઊના-ગીરગઢડા તાલુકાના આપના ઉમેદવારના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલી સાથે રોડ શોની તૈયારી કરવામાં આવી હતી. ઢોલ, ત્રાંસા ડીજે સાથે વાહનોનો કાફલો સવારથી શહેરમાં વડવા ચોક વિસ્તારમાં ગોઠવાઇ ગયો હતો. ભગવંત માન આવ્યા પણ ખરા. પણ મેદની ન જોતાં તેઓએ રોડ શો કરવાને બદલે મજા નથી કહી નીકળી ગયા હતા.
ઊનામાં બપોરે 3 વાગ્યે આપના ઉમેદવાર અને તેની સાથેના ગણ્યા ગાંઠ્યા ટેકેદારો વાવટા-ઝંડા સાથે આવી ગયા હતા. અને આપના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઝલક જોવા રાહ જોઇ રહ્યા હતા. ભગવંત માન કોડીનાર રોડ શો પતાવી ઊના આવ્યા પણ ખરા. પણ રોડ શોમાં માનવમેદની ન ભેગી થતાં તેઓ મજા નથી કહી અચાનક પંજાબ પોલીસ અને આપના પ્રચાર વાહનોના કાફલા સાથે નિકળી જતાં અને રોડ શોનો ફિયાસ્કો થયો હતો.
આથી આપનાં ઉમેદવાર અને તેના ટેકેદારોમાં ભારે કચવાટની સાથે મોઢું છુપાવવું મુશ્કેલ બની ગયું હતું. પંજાબના મુખ્યમંત્રીનો રોડ શો કેન્સલ થતાં ગણ્યા ગાંઠ્યા લોકોની સામાન્ય રેલી મોટર સાયકલ દ્વારા વડલા ચોકથી ત્રિકોણ બાગે આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી રવાના થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.