તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા:વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નો હલ નહિં થતાં તલાટીઓમાં રોષ, મામલતદારને આવેદન પાઠવ્યું

ઉના11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહા મંડળ દ્વારા વર્ષ 2018થી સતત રજૂઆત કરવા છતાં પણ સરકારનાં વહીવટી તંત્ર પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવતાં અચોકસ હડતાલ ઉપર ઉતરી જતાં ગ્રામિણ વિસ્તારનાં લોકોને પરેશાની અનુભવવી પડશે. ઉના, ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીએ પણ કોઈ તલાટી મંત્રીએ ડોકાવવું નહીં અને તમામ મોબાઇલ ગૃપમાંથી રીમુકત થવાનો નિર્ણય જાહેર કરતાં અધિકારીઓ પણ ચિંતામાં મુકાઇ ગયા છે.

તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો
અગાઉ ગુજરાત સરકારને તા.7 સપ્ટે.2021નાં રાજ્ય તલાટી કમમંત્રીનાં માંગણી મુજબનાં પડતર પ્રશ્નો નિરાકરણ કરવા જણાવેલ રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં પશ્રનો ઉકેલવા ખાત્રી આપી હતી. અને હડતાલ મોકૂફ રાખેલી આ બાંહેધરીને નવ માસ પછી પણ રજુઆત કરવાં છતાં એક પણ પશ્રનું સુખદ ઉકેલ નહિં આવતાં તલાટી મંત્રી મંડળની રાજ્ય કક્ષાના પદાધિકારીઓની મીટીંગ ગાંધીનગર ખાતે મળેલી હતી. તેમાં સર્વાનુમતે ઠરાવ કરી આજ તા.2 ઓગષ્ટ 2022થી સમગ્ર ગુજરાતના તલાટી મંત્રીઓનાં પશ્રનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો.

ગ્રામ પંચાયત દ્વારા થતી કામગીરી ખોરંભે ચઢી
​​​​​​​
તલાટી મંત્રી મંડળ દ્વારા ડીઝાસ્ટ મેનેજમેન્ટ અન્વયે કામગીરી તેમજ હરધર તિરંગા યાત્રા અંતર્ગત ગામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરીને અચોકસની મુદત પર રાજ્ય તલાટી મંત્રી મંડળનાં આદેશ આવતાં ઉના ગીરગઢડા તાલુકાના તલાટી મંત્રી હડતાળ પર ઉતરી જતાં બન્ને તાલુકાના ગ્રામિણ વિસ્તારની ગ્રામ પંચાયત દ્વારા થતી કામગીરી ખોરંભે ચઢી જતાં લોકો હેરાનગતિમાં મુકાઇ ગયા છે.

તલાટી મંત્રી મંડળની પડતર માંગણીઓ

  • વર્ષ 2004/5ની ભરતીનાં તલાટી મંત્રીને પાંચ વર્ષની ફીક્સ પગારની નોકરી ગણવી, વિસ્તરણ પંચાયત અધિકારી વર્ગ 3 પ્રથમ/ બીજું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા તથા તે અંગેની પરીક્ષા રદ કરવી.
  • ​​​​​​​રેવન્યુ તલાટી મંત્રીને પંચાયત તલાટી મંત્રી તરીકે મરજ કરવાં અથવા જોબ ચાર્ટ અંલગ કરવું.
  • તા.1 જાન્યુ.2016 પછીનાં મળવા પાત્રો પ્રથમ/બીજું પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની સરતે પાત્રતા તારીખથી મંજુર કરવા પંચાયત વિભાગ સિવાય અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે અથવા વધારાની કામગીરીનું અલગથી ખાસ ભથ્થું આપવાની માંગણી કરાયેલ છે.
અન્ય સમાચારો પણ છે...