ફરજ બજાવી પરત ફરેલા જવાનનું સન્માન:ઉનાના સનખડામાં ભારતીય સેનામાં આર્મી જવાન ફરજ બજાવી પરત વતન ફર્યા; ગ્રામજનોએ ઉત્સાહથી ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યુ

ઉના21 દિવસ પહેલા

ઉનાના સનખડા ગામના મૂળ વતની હરેશભાઇ રસીકભાઇ પંડ્યા ભારતીય સેનામાં 17 વર્ષની સેવા બજાવી માદરે વતન સનખડા ગામે પરત ફરતા ગાંગડા અને સનખડાના ગ્રામજનો દ્વારા ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો દ્વારા ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરાયું
સનખડા ગામના અને જીલ્લા પંચાયત સદસ્ય, માધ્યમિક શાળાના આચાર્ય, માજી સૈનિકો તેમજ તમામ સમાજના અને ગ્રામજનોએ શાલ ઓઢાડી હરેશભાઇને ફુલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. આર્મી જવાન પોતાની ફરજ બજાવી વતન આવતાં ગામ લોકોએ ગાંગડાથી સનખડા ગામમાં મેઇન બજાર સુધી ધામધૂમપૂર્વક તેમનું સ્વાગત કર્યુ હતું. યુવાનોએ ઉત્સાહથી ડીજેના તાલે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. 17 વર્ષની ફરજ બજાવી ચૂકેલા હરેશભાઈ પંડ્યાએ પોતાની ફરજ દરમ્યાનની સમગ્ર હકીકત અને ઘટના જણાવી હતી.

33 જેટલા જવાનો આર્મીમાં દેશની સેવામાં જોડાયેલા છે
​​​​​​​સનખડા ગામમાં હાલ 33 જેટલા જવાનો આર્મીમાં ​​​​​​​દેશની સેવામાં જોડાયેલા છે અને ત્રણ આર્મી જવાનો નિવૃત થયા છે. હજુ પણ બીજા લોકો નવી ભરતીમાં જોડાવા માટે પ્રેરીત થયા છે, જેના માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...