ડિઝલ ખરીદીના ટેન્ડરીંગની તપાસની માગ:જીએફસીસીમાં મેનેજીંગ ડિરેક્ટર તરીકે નિવૃત્ત અધીકારીને નિમણુંક આપવા મામલે તપાસ કરવા અપીલ; રસિક ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જીએફસીસી સંસ્થામાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત્ત અધિકારીને એક્સટેન્શન આપી નિમણુંક આપી અને તેના ડિઝલ ખરીદીના ટેન્ડરીંગની તપાસ કરવા માટે ગુજરાત યુવા કોળી સમાજના યુવા પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.

પત્રમાં જણાવાયું છે કે ઉના તાલુકાના છેવાડાના ગામો દરીયાઈ કાઠા વિસ્તારમાં વસતા લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે માછીમાર ભાઈઓને ડીઝલ ઉપર રીફંડ સરકારી સંસ્થા જીએફસીસી દ્વારા ડીઝલ પુરું પાડતી સંસ્થા છે. જે સંપુર્ણ સરકારી છે આ જીએફસીસી સંસ્થા માછીમારને કયા ભાવે ડીઝલ વેચવું તેમજ માછીમારો માટે કયાથી ડિઝલ ખરીદવું આ બધું નક્કી જીએફસીસી સંસ્થાની આગેવાની હેઠળ તેમનાં એમ ડી ( મેનેજીંગ ડીરેક્ટર ) કરતાં હોય છે. અગાઉ જે ડીઝલ ઓછા ભાવે મળતું તેનું મેનેજમેન્ટ પણ જીએફસીસી કરતી તે ગુજરાતના તમામ માછીમાર મંડળી વતી ડીઝલ વહેચતી કંપનીઓ સાથે બેઠક કરી ટેન્ડર નક્કી કરતી હોય છે.

વધમાં જણાવાયું હતું કે ગત વર્ષે પણ આજ રીતે ટેન્ડરમાં માછીમાર ભાઈઓ લાખો લીટર ડીઝલ વાપરતા હોય કંપની દ્વારા ઓછા ભાવે જીએફસીસી સાથે કરાર કરેલ હતાં. દર વર્ષે આ કરાર થતાં હોય એ કરારમાં હમેશાં માછીમારનું હીત જોવાની જવાબદારી હમેશાં જીએફસીસીની હોય છે. અને જીએફસીસીનું બંધારણ પણ તેના ઉપર ઘડાયેલું છે. માછીમારોને મળતાં ડીઝલનો સંપુર્ણ ભાવનું બંધારણ પણ તેણે જ નક્કી કર્યું હોય છે. આ વર્ષે માછીમારોને મળતુ ડીઝલ બજાર ભાવ કરતાં 3.75 ભાવ વધુ શું કામ રાખવામાં આવે છે? અને જે ઓઈલ કંપનીઓ ઓછા ભાવે માછીમારોને ડીઝલ આપતી હતી તે કંપની ક્યાં ખોવાઈ ગઈ કે પછી કોઈ અધિકારીના ખિસ્સા ગરમ થતા જીએફસીસીનું બંધારણ ભુલાય તો ગયું નથીને, આ બધું જાણવા ક્યાં શું ભુલ છે. જીએફસીસી માછીમારનું હીત જોતી સરકારી સંસ્થા શા કારણે માછીમારનું અહિત કરતાં નિર્ણયો લે છે?

જીએફસીસી સંસ્થામાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એક્સટેશન આપી નિમણુંક કરાર આધારીત કરવામાં આવી છે. જયારે માછીમારોનું અહીંત આ સંસ્થા દ્રારા થતુ હોય તો તેની તપાસ થવી જોઈએ. અને ડીઝલ ખરીદીના નવા ટેન્ડરમાં પણ કોઈનું ભષ્ટાચાર થયો હોય એવી આશંકા વ્યક્ત ડીઝલ ખરીદીના ટેન્ડરીંગની કમીટી બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગ ગુજરાત યુવા કોળી સમાજના યુવા પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...