ગૌસેવકોમાં આક્રોશ:સૂત્રાપાડાના પ્રાંસલી ગામે નંદી (ખૂંટિયા)ઉપર અસામાજિક તત્વોએ એસિડ ફેક્યો, ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયો

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે અસામાજિક તત્ત્વો દ્વારા નંદી (ખૂંટિયા) ઉપર એસિડ નાખવામાં આવતાં આ નંદીના શરીર પર ગંભીર ઈજા પહોંચતા હતી. આ ખૂંટિયા ઉપર એસિડ નાખવાના બનાવથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ નંદીને હાલ સારવાર કરવામાં આવી રહી છે.

પ્રાંસલી ગામે અસામાજિક તત્વો દ્વારા નંદી ઉપર એસિડ નાખવાની ઘટનાને પગલે ગૌસેવક યુવાનો દ્વારા બનાવની જાણ થતાં સેવાભાવિ યુવાનો ગામના ગરબી ચોકમાં લાવી અને સુત્રાપાડા પોલીસને જાણ કરતા પોલિસ કાફલો અને પ્રાંસલી ગામના લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ નંદી (ખૂંટિયા) ને વધુ સારવાર અર્થે ગૌશાળામાં લઈ જઈ અને પશુ ડોક્ટર સાથના સ્ટાફની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. આ બનાવથી લોકોમા આક્રોશ છવાયો છે. આ ક્રૃત્ય કરનારને તાકીદે ઝડપી યોગ્ય સજા થાય તેવી માગ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...