આરોપી LCB સકંજામાં:ઉનામાં વધુ એક બુટલેગરને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો; દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો હતો

ઉના10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા સામાન્ય ચુંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી અને જનતામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી બુટલેગર સામે કડક કાર્યવાહી કરી અટકાયતી પગલા લેવા જિલ્લા પોલીસ અધિકારીનએ સુચના આપી હતી. જે મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા ઉનાના ખાણ ગામના બુટલેગરને પકડી પાડી પાસા હેઠળ સુરત જેલ હવાલે કર્યો હતો.

જેલમાં ધકેલી મુકવામાં આવ્યો
ઉનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય દેગણ પરમાર દારૂના અનેક ગુનામા સંડોવાયેલ હોવાથી તેની વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર દાખલ થયેલી છે. આ બુટલેગર સામે ઉના પોલીસે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસ મારફત જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આર.જી. ગોહીલને મોકલી અને તેના દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતાને ધ્યાને રાખી ઉનાના ખાણ ગામે રહેતો બુટલેગર વિજય પરમાર વિરુદ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. પાસા વોરન્ટ ઇસ્યુ થયાં બાદ આ શખ્સને જિલ્લા એલ.સી.બી.ના પ્રવિણ મોરી, રાજુ ગઢીયા, પ્રફુલ વાઢેર તથા સંદિપ ઝણકાટ સહીત ટીમે વોચ ગોઠવી પકડી પાડી વડોદરા ખાતે જેલમાં ધકેલી મુકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...