કામગીરી:ઊનામાં આંગણવાડીની બહેનોને 255 મોબાઈલ અપાયા પણ સ્વીચઓફ થયા !

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નજીવો પગાર છતાં સ્વખર્ચે મોબાઈલ ખરીદવાની નોબત ઉભી થઈ’તી

ઊના શહેર, પંથકની 255 આંગણવાડી વર્કર બહેનો અને 10 સુપરવાઈઝરને મોબાઈલ અપાયા હતા અને બાળકોની હાજરી, તેમને અપાતા મેનુ મુજબ ખોરાક સહિતની વિગતો વેબ પર દરરોજ અપડેટ કરાતી હતી. પરંતુ હાલ આ મોબાઈલ બંધ પડી ગયા હોય જે રીપેર કરવાનો ખર્ચ માંગતા અપાયો ન હતો.

અને આ કામગીરી સાથે જોડાયેલ બહેનો પર ખર્ચ ઠોકી બેસાડતા બહેનો મોબાઈલ રીપેર કરાવવા દુકાને જાય છે તે નવા મોબાઈલ જેટલો ખર્ચ આવે છે. આ ઉપરાંત સરકારી મોબાઈલમાં નેટવર્કનો પ્રોબ્લેમ થતો હોવાનું જાણવા મળે છે.

હાલ તો બહેનોએ સ્વખર્ચે મોબાઈલ ખરીદી કામગીરી કરવાની નોબત આવી છે. આ ઉપરાંત નેશનલ બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત કામગીરી કરતા કર્મચારી લાંબી રજા પર ઉતરી ગયા હોય આ કામગીરીનું ભારણ પણ આંગણવાડી વર્કર બહેનો પર આવ્યું છે. જેથી તેમને સોપેલા કામમાં અડચણો ઉભી થઈ રહી છે.

રાજકીય કાર્યક્રમમાં કામ સોપાય છે
આ બહેનોને દરેક પ્રકારની કામગીરી સોંપી દેવાતી હોય છે. જેથી આંગણવાડી કેન્દ્રોમાં બાળકો સગર્ભા માતાઓની કાળજી લઈ શકાતી નથી. નજીવુ વેતન ચૂકવીને સરકારી કાર્યક્રમમાં સંખ્યા બતાવવાને લઈ કામગીરી સોંપાતી હોવાનો સૂર ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...