આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી:ઉનામાં આંગણવાડી બહેનોની વિવિધ પડતર પ્રશ્નોને લઇને ઉગ્ર રજૂઆત સાથે કલેકટરને આવેદન પાઠવ્યું

ઉનાએક મહિનો પહેલા

ઉના તાલુકાના આંગણવાડી સંચાલક બહેનોની પડતર પ્રશ્નોની વિવિધ માંગણીઓને લઇ ન્યાય મળે તે માટે શહેર અને તાલુકાની બહોળી સંખ્યામાં મહિલા વર્કર બહેનો દ્વારા ઉગ્ર રજૂઆત સાથે ઉના પ્રાંત કચેરી ડે. કલેકટર, આઈ સી.ડી. એસ. કચેરી તેમજ ધારાસભ્ય પુંજાભાઇ વંશને લેખીત રજૂઆત કરી હતી. સાથે વહેલી તકે આ તમામ પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી અને યોગ્ય નિર્ણય નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

આંગણવાડીના કર્મચારી બહેનોને કાયમી સરકારી કર્મચારી તરીકે માન્ય ગણી ગ્રેડ પે લાગુ કરવાની માંગણીને સ્વીકારવા યોગ્ય નિર્ણય કરવો. તેમજ સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આંગણવાડીના કર્મચારીઓને આપવામાં આવે, વર્કર તથા હેલ્પર બહેનોને પેન્શનનો લાભ આપવામાં આવે, નાના કર્મચારી હોય તેઓને બાળકોને સાચવવા ઉપરાંતની અન્ય કામગીરીઓ પણ સોંપવામાં આવે છે, જેથી કામમાં પણ મુશ્કેલી થાય છે, જેથી વધારાની કામગીરી ન સોંપવામાં આવે તેવી માંગણી કરેલ છે. બહેનોનું સીનીયોરીટીની યાદી તૈયાર કરી સીનીયોરીટી પ્રમાણેજ બઢતીનો લાભ આપવામાં આવે, કાર્યકર તથા હેલ્પરને સરકારી કર્મચારીઓની જેમ વેકેશનનો લાભ આપવો, જાહેર રજાનો લાભ આપવામાં આવતો નથી તેનો યોગ્ય નિર્ણય લઈ જાહેર રજા આપવી, તેમજ તમામ મહીલા ઓને કર્મચારીઓને 2019માં આપવામાં આવેલ મોબાઈલ એક વર્ષમાં બંધ પડી ગયાં છે જેથી પોતાના મોબાઈલમાં કામગીરી કરવામાં આવે છે અને નેટવર્ક પણ આવતું નથી અને પોતાનાં પ્રાઈવેટ મોબાઈલ લઈ તેમાં રાત્રીના પણ કામગીરી કરાવવામાં આવે છે. જે કામગીરીનો સમય પણ નક્કી કરવો આંગણવાડીના સમયેજ કામગીરી કરાવવી જોઈએ. કાર્યકરો પાસેથી રજીસ્ટર તેમજ મોબાઈલ એપ બન્નેની કામગીરી લેવાની પ્રથા બંધ કરી ગમે તે એક્જ કામગીરી કરાવામાં આવે છે.

સરકારની યોજનાઓ જેવી કે, પોષણ સુધાવ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી માત્રુ વંદના યોજના, વિશ્વા સહાય યોજના, દુધ સંજીવની યોજના આ તમામ યોજનાઓને ન્યાય આપવાનુ તથા બાળકોને પુર્વ પ્રાથમીક શિક્ષણ આપવાનુ તેમજ અવાર-નવાર સોંપવામા આવતા અન્ય કાર્યો, તાલીમ તેમજ મીટીંગ વગેરે કામોનો બોજ ધાર્યા કરતા ઘણો જ વધારે કરવામાં આવે છે. હકીકતે આટલા બધા બોજ હેઠળ દબાયેલી મહીલા કામદારો પોતાનુ માનસીક સંતુલન ગુમાવી બેસે છે અને ઓછા વેતને પોતાનો ઘર સંસાર ચલાવી શકતી નથી જેથી તે કામનો બોજ હળવો કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...