હાશકારો...:દેલવાડાની મચ્છુન્દ્રી નદી પર હાલ વૈકલ્પિક રસ્તો શરૂ કરાયો; આસપાસના 15 ગામોના લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો

ઉના18 દિવસ પહેલા

ઊનાના દેલવાડા ગામેથી પસાર થતી મચ્છુન્દ્રી નદીમાં અવર જવર માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડતી હતી. જેથી તંત્ર દ્રારા નદીમાં લોકો અવર જવર કરી શકે તેને ધ્યાને રાખી નદી પર હાલ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવતા આજુબાજુના ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મચ્છુન્દ્રી નદીમાં હાલ 5 ફૂટ સિમેન્ટના 10 પાઇપ મૂકી તેની ઉપર કાચો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે રાહદારીઓ ચાલી શકે અને ટુ-વ્હીલ અને રીક્ષા વાહનચાલકો તેમજ અન્ય વાહનચાલકો જઈ શકે તેવી હાલ મચ્છુન્દ્રી નદી પર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

મચ્છુન્દ્રી નદીમાં કાચો રસ્તો બનાવવામાં આવતા આસપાસના 15 જેટલા ગામોના લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો હતો. ખાસ કરીને દેલવાડાની અલગ અલગ શાળામાં આવતા વિધાર્થીઓ અને ગામ લોકોએ હાશકારો લીધો હતો. ગામના સરપંચ પતિ વિજયભાઈ બાંભણીયાએ બે દિવસ સતત સ્થળ પર ઉપસ્થિત રહીને કામગીરી કરાવતા લોકોએ સરપંચનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...