મહાકાય અજગરનું રેશ્ક્યું:ઉનાના તપોવન વાડી વિસ્તારમાં 8 ફુટના અજગરનું રેશ્ક્યું, તો પ્લાષ્ટિકની જાળમાં 12 ફૂટનો અજગર ફસાઈ જતાં મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો

ઉના18 દિવસ પહેલા

ઉના પંથકની સીમ વાડી ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક માસમાં પાંચથી વધુ અજગરોના રેશ્ક્યું વનવિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક અજગર ઉનાના તપોવન વાડી વિસ્તારમાંથી એક મહાકાય અજગર આવી ચડતા વનવિભાગ દ્વારા રેશ્ક્યું કરવામાં આવ્યું હતું.

તપોવન વાડી વિસ્તારમાં રહેતા નિકુંજભાઇ કનુભાઇ કથીરિયાની વાડીમાં જે.સી.બી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક મહાકાય અજગર જોવા મળતા ભયનો માહોલ ફેલાયેલ હતો. અને આ અંગે વાળી માલિકે તાત્કાલીક જશાધાર રેન્જના આર.એફ.ઓને જાણ કરતા નવાબંદર રાઉન્ડના રેશ્ક્યું ટીમ તાત્કાલીક સ્થળ પર દોડી આવી હતી. જોકે વૃક્ષની ઝાડીમાંથી 8 ફુટના મહાકાય અજગરને સલામત રીતે જેસીબીની મદદથી બહાર કાઢી રેશ્કયું કરી સલામત સ્થળે ગીરજંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

તેમજ વધું એક વાડીમાં ફરતે બાંધેલ પ્લાષ્ટિકની જાળમાં 12 ફૂટનો અજગર ફસાઈ જતાં મહામુસીબતે સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મસરિભાઈ રાજાભાઈ જાદવની વાડીમાં 12 ફુટનો અજગર જાળમાં ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેની તાત્કાલિક નોંધ ગ્રામ પંચાયત કચેરીએ વી.સી.ઈ. તરીકે ફરજ બજાવતા વાળા હરદેવસિંહને કરવામાં આવી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જેસાધાર રેન્જ ફોરેસ્ટ અધિકારી ભરતસિંહનો સંપર્ક કરતા તેઓએ ઈમરજન્સી રેસ્ક્યું ટીમ દ્વારા અજગરને તેમજ ખેતર માલિકને જીવના જોખમથી બચાવી લીધા. ભવિષ્યમાં આવી જ રીતે કોઈ પણ પ્રકારના હિંસક કે જંગલી પ્રાણીઓ જોવા મળે તો સૌથી પહેલા પોતે સુરક્ષિત થઈ જવું. તે પ્રાણીની કનડગત ન કરવી તેમજ તાત્કાલિક મોબાઈલથી ફોટા, વિડીઓ બનાવી લેવા અને ગ્રામ પંચાયત કચેરીમાં અચુક જાણ કરવા પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...