બરવાળા લઠ્ઠાકાંડમાં 55થી વધુ વ્યક્તિઓના જીવ ગુમાવ્યા છે, ત્યારે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત જાગૃત થયા હોય તેમ ગીરગઢડાના અંબાડા ગામે આજે ગ્રામ પંચાયત દ્વારા દારુના દુષણને ડામવા ઢોલ વગાડી ઢંઢેરો પીટાયો હતો. કે જે કોઈ વ્યક્તિ ગામમાં દારૂ પીશે કે પછી વેચાણ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી પંચાયત તેમજ ગીરગઢડા પોલીસ દ્વારા કરવામા આવશે.
લઠ્ઠાકાંડની ધટના બનશે તો ગીરગઢડા પોલીસ સ્ટેશનની જવાબદારી
અંબાડા ગામના સરપંચ એલ બી કાતરીયા દ્વારા આજે ગામમાં ઢોલી મારફતે ગામમાં અલગ અલગ વિસ્તારોમા જઈ ઢોલ વગાડવામાં આવેલ હતો. જેમાં ગામમા દેશી દારુના અડ્ડા બંધ કરવા અવાજ ઉઠાવ્યો હતો. અને ગ્રામ પંચાયતનાં સભ્યોના સર્વાનુમત્તે દારૂ જેવા દુષણોને ડામવા કમર કસી આજે ઢોલ વગાડી ગામમાં દારૂના હાટડાઓ તેમજ દારુ પીને જાહેરમા નિકળી ખોટા ગામની શાંતિ ડોળશે. તેની સામે પંચાયત તેમજ ગીરગઢડા પોલીસ કાયદાકીય કાર્યવાહી કરશે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા પોલીસમાં રજુઆત પણ કરી હતી જેમાં જણાવેલ કે આંબડા ગામમાં દેશી દારૂનાં હાટડા ચાલતા હોય તેવી ગામ લોકોમાંથી વારંવાર રજુઆતો ગ્રામ પંચાયતને કરવામાં આવતી હતી. જે સંદર્ભે પંચાયત દ્વારા દારૂનાં હાટડા બંધ કરાવવા રજુઆત કરી ભવિષ્યમાં કોઈ આવી લઠ્ઠાકાંડ જેવી ધટના આ ગામમાં ન બને. અને લઠ્ઠાકાંડની ધટના બનશે તો ગીરગઢડા પોલીસ સ્ટેશનની જવાબદારી રહેશે તેવી ગીરગઢડા પોલીસને રજૂઆત કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.