ગીરગઢડાના કોદીયા ગામે રહેતા મિત દિનેશભાઈ વિઠ્ઠલાણી વેપાર ધંધા અર્થે ઊના અપડાઉન કરતો હોય અને કોદીયાથી ઊના તરફ જતી વખતે રસ્તામાં દ્રોણગામે રહેતો રહીમબાપુ મકરાણી રસ્તા પર રોકાવી ધાકધમકી આપી માર મારી નાણા પડાવતો હોવાની અરજી ગીરગઢડા પોલીસમાં અપાઈ હતી.
પરંતુ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મંજુલાબેન, નાઝીરભાઇ તેમજ નિલેશગીરી ગોસ્વામી દ્રારા અપશબ્દો બોલી આ અરજી પરત ખેચી લેવા યુવાનને મજબુર કરી ગીરગઢડા પોલીસ દબાણ કરી અરજી કરનાર સામે આરોપી જેવું વર્તન કરી અડધુત કરેલ. જોકે પૈસા પડાવનાર રહિમબાપુ મકરાણી વિરૂધ કાર્યવાહી કરવાને બદલે પોલીસ કર્મીઓ તેમને છાવરતી હોય તેમ ગેરવર્તન કરી રહી છે.
આ બાબતે યોગ્ય તપાસ કરી ગીરગઢડા પોલીસ અને રહિમબાપુ મકરાણી સામે કાર્યવાહી કરાય એવી મિત વિઠ્ઠલાણીએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી ડી જી પી ગાંધીનગર, રેન્જ આઇ વી પી જુનાગઢ તેમજ જિલ્લા એસપીને લેખિત રજુઆત કરી હતી. અને કાર્યવાહી નહી કરાય તો નાછુટકે એસ પી કચેરી ખાતે ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલનની ફરજ પડશે એવી ચિમકી પણ ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.