ઊના તાલુકાના સૈયદ રાજપરા, નવાબંદર, સીમર બંદર પર 1500 જેટલી નાની મોટી ફિશીંગ બોટ વર્ષનાં આઠ માસ સુધી દરિયાઈ માર્ગે ફિશીંગ કરીને હજારોની સંખ્યામાં માછીમારો ઉધોગ ચલાવે છે. આ બંદર પર 50 હજારથી વધુ લોકો રોજગાર સાથે સંકળાયેલા હોય પરંતુ ફિશરીઝ વિભાગ દ્વારા આ બંદરનો વહિવટી માળખું અમરેલી જિલ્લાના જાફરાબાદ ફિશરીઝ વિભાગની મુખ્ય કચેરી સાથે સંકળાયેલા હોવાથી બંદર પર ફિશીંગ કરતી બોટોના માલીકો અને માછીમારીની કામગીરી માટે રખાયેલ વર્ષો જુની પેટા કચેરીમાં સ્ટાફના અભાવે અને વાવાઝોડાના કારણે જર્જરીત થતાં બંધ કરી દેવાઈ છે.
કામગીરી સમયસર નહીં થતી હોવાથી માછીમારોને મુશ્કેલીઓ
જેથી સૈયદ રાજપરા, નવાબંદર, સીમરના માછીમાર એશોસીએશન દ્વારા બોટના નાના મોટા કામો માટે સમય અને પૈસાનો ખર્ચ કરીને જાફરાબાદ ફિશરીઝ વિભાગની કચેરીમાં જવું પડે છે. અને ત્યાં પણ સ્ટાફ ઓછો હોવાથી અધિકારીઓ કર્મચારીઓ હાજર નહીં રહેતાં હોવાનાં કારણે કામગીરી સમયસર નહીં થતી હોવાથી મુશ્કેલી અનુભવવી પડે છે.
માછીમારોના અનેક કામો અધ્ધર તાલે
માછીમાર એશોસીયનના આગેવાનો દ્વારા એવી ફરીયાદ ઉઠવા પામેલ છે કે આટલાં મોટાં બંદરો પર બોટોની સંખ્યા હોવા છતાં પણ ફિશરીઝ વિભાગના ડિપાર્ટમેન્ટ દ્વારા કચેરીમાં એકપણ જવાબદાર અધિકારી કે કર્મચારીની ભરતી નહીં કરાતાં બોટોની અવર જવરની એન્ટ્રી તેમજ ટોકન લેવાં કેરોસીન ડીઝલ અને તેમજ ફિશરમેનોની સબસીડી અને યોજના ઓની જાણકારી દરીયાઇ સીમામાં પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે કોઇ અધિકારી ઓની જવાબદારી બનતી નહિં હોય તેવું વર્તન કચેરીમાં અધિકારીઓ કરતાં હોવાનાં કારણે માછીમારોના અનેક કામો અધ્ધર તાલે લટકી રહ્યાં છે.
અધિકારી કે સ્ટાફ ન મળતા રજૂઆત કોને કરવી? - માછીમારો
તેનાં કારણે બોટ ચલાવવી અશક્ય બની જાય છે. આ ઉપરાંત સરકાર દ્વારા ફિશરીઝ વિભાગ તાંબાની કચેરી મારફતે આવતી અનેક યોજના અંતર્ગત મળતાં લાભોથી વંચિત રહી જવાથી માછીમારોની રોજગારી છીનવાય જતી હોય છે. અને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે બોટ માલિકોને અનેક પ્રશ્નોને લઈ રજૂઆત કરવી છે. પરંતુ અધિકારી કે સ્ટાફ ન મળતા હોય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
3 બંદરો વચ્ચે કચેરી કાર્યરત કરો
વર્ષો પહેલા માછીમારો વહિવટી કામ માટે 80 કિમી દુર વેરાવળ કચેરીએ જવુ પડતુ હતું. બાદમાં ઊના તુલાકના સૈયદ રાજપરા, નવાબંદર, સીમર બંદરના વહિવટી તંત્રને અમરેલી જિલ્લા ફિશીરીઝ વિભાગની કચેરી ખાતે સાંકળી લેવામાં આવી હતી. જેથી સમયસર કામ થશે એવી આશા હતી. પરંતુ સ્ટાફના અભાવે કામગીરી ખોરવાઈ રહી છે. જેથી આ મુખ્ય ત્રણ બંદરો વચ્ચે એક કચેરીનું નિર્માણ કરી અધિકારી, સ્ટાફની નિમણૂંક કરવામાં આવે એવી માંગ માછીમાર અગ્રણી પ્રકાશભાઈ બાભણીયાએ કરી છે.
પગલા લેવાતા નથી
આ અંગે સરપંચ ભરતભાઈએ કહ્યું હતું કે, સૈયદ રાજપરામાં મોટુ બંદર છે. સ્થિતી દયનીય છે. વાવાઝોડામાં કચેરી તુટી પડતા રેકર્ડ પણ નાસ પામ્યું છે. કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ડોકાતા નથી. કામો માટે 60 કિમી દુર વાહન ભાડુ ખર્ચી જાફરાબાદ જવુ પડે છે. ત્યાં પણ સ્ટાફ હાજર હોય તો કામ થાય છે. આ અંગે અનેક રજૂઆતો પણ કરી છે. છતાં ઉકેલ આવતો નથી. તેમજ મોટાભાગે કોળી સમાજના લોકો પણ બોટ, દરિયાઈ, સમુદ્રતટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સમાજના પ્રતિનિધીઓ પણ સરકારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમ છતા આ પ્રશ્ન ઉકેલાતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.