કાર્યવાહી:અહેમદપુર માંડવી ચેક પોસ્ટેથી ઓનલાઈન કોમર્સ કંપનીના પાર્સલમાંથી દારૂ પકડાયો

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના પોલીસે વાહન ચેકીંગ કરી તપાસ કરી હતી : એક શખ્સની અટક કરાઇ

ઊનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પાસે પોલીસનું બાઇક ચેકીંગ દરમ્યાન બાઇકને રોકાવી તલાસી લેતા ઓનલાઈન કોમર્સ કંપનીના પાર્સલમાંથી જુદી જુદી વિદેશી દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દિનેશ મંગળ સોંદરવા રહે. મોઠા આ શખ્સ દિવ થી ઉના તરફ આવતો હતો. એ દરમ્યાન અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પાસે એલસીબી બ્રાન્ચના પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભા ડોડીયા, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ સહીતની ટીમે વાહન ચેકીંગ દરમ્યાન બાઇક રોકાવી તલાસી લેતા બાઇક ચાલક પાસે રહેલ ઓનલાઈન કોમર્સ કંપનીના પાર્સલની અંદર તપાસ કરતા વિદેશી દારૂની જુદી જુદી બોટલો નં.21 તેમજ બાઇક સહીતનો કિ.રૂ.21050નો મુદામાલ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...