તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 21 સ્થળોએ જી.આઈ.ડી.સી મંજૂર કરી છે. જેમાં ઉના તાલુકાના નવાબંદરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉનાના ધારાસભ્ય કે.સી. રાઠોડની સક્રિય રજૂઆતના કારણે ઉના વિધાનસભાને વધુ એક પ્રોજેકટ ભેટ મળ્યો છે.
આમ હવે ઉના પંથકમાં ઔધોગિક વિકાસના દ્વાર પણ ખુલી ગયા છે. આ પહેલા રાજ્ય સરકાર દ્વારા નવાબંદર ખાતે રૂ.295 કરોડના માતબર ખર્ચે જેટી નિર્માણનું કામ મંજુર કરેલ હતું. જે કામ હાલ પુરજોશમાં ચાલુ છે. ત્યારે જી.આઈ.ડી.સી મંજૂર થવાથી ઉના તાલુકાનાં દરિયાઈ પટો વધુ વિકાસની હરણફાળ બનશે. આ વિસ્તારમાં GIDCના માધ્યમથી કાર્યરત થનારા નાના-મોટા ઉધૌગો ધમધમશે. જેનાં લીધે સમગ્ર ઉના પંથક શિક્ષીત બેરોજગારો માટે રોજગારીની અનેક તકો ઉભી થાશે. નવાબંદરમાં જી.આઈ.ડી.સી મંજુર થવાથી ઉના તથા ગીરગઢડા તાલુકાની જનતામાં અપૂર્ણ હર્ષની લાગણી ફેલાણી છે. લોકો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.