ધારાસભ્યના હસ્તે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત કરાયું:સનખડાના બોરડી વાવ વાડી વિસ્તારના લોકોના હીત માટે કાર્ય કરાયું; કુલ રૂ. 58.44 લાખના ખર્ચે કોઝવેનું નિમાર્ણ થશે

ઉના2 દિવસ પહેલા

ઉનાના સનખડા, ખત્રીવાડા તેમજ સામતેર ગામમાં ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સનખડાના બોરડી વાવ વાડી વિસ્તારમાં પચાસથી વધુ પરિવાર વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. ચોમાસાના વરસાદ દરમ્યાન નદીમાં પુર આવે ત્યારે આ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બની જતા હતા. જેથી આ વિસ્તારના લોકોના હીતમાં કોઝવે પુલ મંજુર થતા ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

તાલુકાના સનખડા, ખત્રીવાડા તેમજ સામતેર ગામમાં ચેકડેમ કમ કોઝવે ત્રણેય ગામોના કુલ રૂ. 58,44,700ના ખર્ચે કોઝવેનું નિમાર્ણ થશે. આ કોઝવેના ખાતમુહૂર્ત પ્રસંગે સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય કે.સી રાઠોડ, તાલુકા પંચાયત પ્રતિનીધી સામત ચારણીયા, રાજુભાઈ ડાભી, બાબુભાઇ ચોહાણ, પ્રકાશભાઇ ટાંક, ખત્રીવાડાના સરપંચ જીતેન્દ્રભાઈ શિયાળ, હનુભાઈ ગોહિલ, માજી સરપંચ કનુભાઈ ગોહિલ, ગાંગડાના સરપંચ જિલ્લા પંચાયત સદસ્ય વિરાભાઈ ઝાલા, માણેકપુરના ભરતભાઈ રાઠોડ, હમીરભાઇ જાદવ, કેબી લેવા સહીતના સરપંચો, આગેવાનો તેમજ ગ્રામજનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સામતેર ગામના સરપંચ લખમણભાઇ, ઉપસરપંચ સંજયભાઇ, રાજાભાઇ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...