આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી આવી રહી છે. એના અનુસંધાને જિલ્લા ગીરસોમનાથમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ સજ્જ બની છે. દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા બુટલેગરોને પાસા હેઠળ જેલ ભેગા કરવા જિલ્લા એલસીબી દ્વારા સુચના અપાઈ હતી. ત્યારે ગીરગઢડાના દ્રોણ ગામનો અને દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડી પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
વોચ ગોઠવી આરોપીને પકડી પાડી સેન્ટ્રલ સુરત જેલ હવાલે કર્યો
દ્રોણ ગામે રહેતો મેહુલ રામભાઇ રામ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો. તેના વિરુદ્ધ ગીરગઢડા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ મુજબ અનેક ગુન્હાઓ નોંધાયેલા છે. જેથી ગીરસોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ મેહુલ રામભાઇ રામને જિલ્લા એલ.સી.બી.ના વી.કે. ઝાલા, પ્રવિણ મોરી, રાજુ ગઢીયા, પ્રફુલ વાઢેર તેમજ સંદિપ ઝણકાટ સહિતની ટીમે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી સેન્ટ્રલ સુરત જેલ હવાલે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.