ઉનાના ગરાળ રોડ પર મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહેતી હોય છે. ત્યારે રસ્તા પર રેઢિયાળ પશું આડે ઉતરતા ઓટો રીક્ષા ચાલક પશુંને બચાવ જતાં સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અક્સ્માત સર્જાતા ડ્રાઈવર સહિત એક બાળકને ઈજા પહોંચતા સારવાર માટે હસ્પિટલમાં ખસેડાયા હતા. ગરાળ ગામના રસ્તા પર ઓટો રિક્ષા પસાર થતી હોય એ વખતે અચાનક રખડતા ઢોર આડે ઉતરતા રીક્ષા ચાલકે પશુને બચાવવા સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અક્સ્માત સર્જાયો હતો.
જેમાં ઓટો રિક્ષામાં બેઠેલાં સંજવાપુર ગામના વિદ્યાર્થીઓ શાળાએથી અભ્યાસ કરી અને ઘરે પરત ફરતા હતા તે દરમિયાન અક્સ્માત સર્જાતા રીક્ષા ચાલક ડ્રાઇવર સહિત એક બાળકને ઇજા પહોંચી હતી. જેથી રસ્તા પરથી અવર જવર કરતા વાહન ચાલકો એકઠા થઈ ગયેલ અને ઈજાગ્રસ્ત બાળક સહિત બે ને તાત્કાલિક અન્ય વાહનમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવેલ હોવાનુ જાણવા મળેલ છે. જોકે આ અકસ્માત સર્જાતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. અને અન્ય બાળકોનો આબાદ બચાવ થયો હતો. } તસવીર - જયેશ ગોંધીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.