ઊના- ભાવનગર હાઈવે પરના ગાગડા ગામ પાસે ફોરટ્રેકની કામગીરી ધીમીગતિએ ચાલતી હોય અને ડ્રાયવર્ઝનના કારણે રસ્તો વનવે છે. દિવસભર વાહનોની અવરજવર રહેતી હોય. જેથી અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. થોડા દિવસ પહેલા કારે બાઈકને હડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.
ત્યારે શુક્રવારે સવારે 6 વાગ્યાના અરસામાં ઊના- ભાવનગર તરફ જતુ કન્ટેનર અને દિવ-કૃષ્ણનગર રૂટની એસટી વોલ્વો બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અને ડ્રાઈવર, કંડેકટર, મુસાફરો સહિત 12 લોકોને ઈજા પહોંચી હતી. અને ઊના, સામતેર, દેલવાડાની 108 દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવથી લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રક ચાલક શશીકાંત રાજેન્દ્ર પાસવાને બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધીવી હતી.
જ્યારે સીમાસી ગામ પાસે રીક્ષા અને કાર વચ્ચે મોડી રાત્રીના અકસ્માત સર્જાતા 9 વ્યકિતને ગંભીર ઈજા પહોંચી હતી. અને ઊના-ગીરગઢડા 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ અકસ્માતના બે બનાવમાં 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.