પરિવારજનોમાં શોકનું મોજું:ગરાળના યુવાનનું વાહન અકસ્માતમાં મોત નિપજ્યું

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને સારવાર મળે એ પહેલા જ દમ તોડ્યો, પરિવારજનોમાં શોકનું મોજું

ઊના- ભાવનગર રોડ પર આવેલ ટીંબી ગામ નજીક સોંદરડા ગામના પાટીયા પાસે અકસ્માતમાં ગરાળ ગામના યુવાનને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ અંગેની મળતી વિગત મુજબ ગરાળ ગામે રહેતા અને મજુરી કામ કરતા દિનેશભાઇ સોમાભાઇ બાંભણીયા(ઉ.વ.42)નો ઊના- ભાવનગર હાઇવે પર આવેલ ટીંબી ગામ નજીક સોંદરડા ગામના પાટીયા પાસે વાહન અકસ્માત સર્જાયો હતો.

જેમાં દિનેશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. અને તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. આ અકસ્માતમાં વાહન રીક્ષા હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...