હુમલો:ગીરગઢડાના નાના સમઢીયાળા ગામનાં યુવાન પર સિંહનો હુમલો, ઈજા પહોંચી

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક લઈને ઘરે જતો હતો અને રસ્તામાં ઉભો હતો ત્યારે બનાવ બન્યો

ગીરગઢડાના નાનાસમઢીયાળા ગામે રહેતો અંકિત અશ્વિનભાઈ ગજેરા સવારે 11 વાગ્યાના અરસામાં પોતાની વાડીમાં મજુર રાખવા માટે મિત્રની વાડીએ પૂછવા ગયો હોય. ત્યાંથી બાઈક લઈ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં શૌચક્રીયા માટે બાઈક રોકી અને ત્યા અચાનક ઝાડીમાંથી હૂંકાર કરતો સાવજ બહાર નિકળ્યો હતો.

અને અંકિત પર હુમલો કરી દેતા લોહી-લુહાણ હાલતમાં 108 દ્વારા ઊના સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.બનાવ સમયે અંકિતે અવાજ કરતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અંકિતે કહ્યું હતંુ કે, સાવજનું નાનુ બચ્ચુ ઝાડીમાં ચુપાયું હતું અને અચાનક મારા પર હુમલો કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...