ગરીબ પરિવારનો દીકરો વતનને કાજે:દેલવાડાનો યુવાન બીએસએફમાં સિલેક્ટ થતાં ગામમાં ખુશીની લહેર; આગેવાનો અને ગામના યુવાનોએ ભવ્ય સન્માન કર્યું

ઉના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના દેલવાડા ગામનો યુવાન બીએસએફની ભરતીમાં સિલેક્ટ થતાં ઉત્સાહ સાથે ગામના આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

દેલવાડા ગામના સામાન્ય ગરીબ પરિવારનો યુવાન હિતેશભાઈ લાખાભાઈ ભીલ હાલ બીએસએફની ભરતીમાં સિલેક્ટ થતાં દેલવાડા ગામના આગેવાનો અને યુવાનો દ્વારા હિતેશભાઈનું ફૂલહાર તેમજ મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે હિતેશ ભીલના માતા પિતાનું પણ ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું..

આ કાર્યક્રમનું આયોજન અલ્પેશભાઈ બાંભણીયા અને દેલવાડાના પૂર્વ સરપંચ વિજયભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ ગામના યુવાનો અને સામાજિક કાર્યકર્તાઓએ દેલવાડા ક્રિકેટ મેદાન મુકામે હિતેશભાઈના સન્માન કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો.

અન્ય સમાચારો પણ છે...