મહામુસીબતે સાપનું રેસ્ક્યુ:ઉનાના એક ગામે કુવામાં રસલ વાયપર નામનો ઝેરી સાપ દેખાયો; સાપને મહામુસીબતે રેસ્ક્યુ કર્યા બાદ જંગલમાં મુક્ત કરાયો

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉનાના ખાપટ ગામની સીમ વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં આવેલા કુવામાં એક ઝેરી સાપ જોવા મળતા ઊંડા કૂવાના પાણીમાંથી મહામુસીબતે આ ઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવતાં ખેડૂતે હાંશકારો અનુભવ્યો હતો.

ખાપટ ગામના સીમ વિસ્તારમાં ખેડૂત પ્રવિણભાઇ વાઢેરની વાડીમાં આવેલા ઉંડા કુવામાં એક રસલ વાયપર ઝેરી સાપ જોવા મળ્યો હતો. જેની જાણ ડૉ. દાફડાને કરતાં તેવો તાત્કાલિક ખાપટ ગામે ખેડુતની વાડીએ આવી પહોંચ્યા હતા અને ઉંડા કુવામાં ઉતરી પાણીમાં તરતા ઝેરી સાપનું મહામુસીબતે રેસ્ક્યુ કર્યું હતુ. જેથી ખેડૂતે હાંશકારો અનુભવ્યો હતો.

આ અંગે ડૉ.દાફડાએ જણાવ્યું હતું કે, આ સાપ ઉંદરનો સહેલાઈથી શિકાર મળી રહે તેથી ખેતરમાં આવી જતો હોય છે અને આ સાપ ખેડૂતનો મિત્ર પણ છે. જે ખેતીમાં દશથી વીસ ટકા ઉત્પાદન વધારે છે. અગાઉ પણ ઉના સ્યુંગર ફેકટરીના પડતર કવાટર રૂમમાંથી આ પ્રકારના સાપને પકડી પાડયો હતો. અંતે આ સાપને જંગલમાં દૂર સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...