ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા:મોટા પથ્થરો ભરેલો ટ્રક નમી પડતા ઊના શહેરમાં વાહનોની કતારો લાગી

ઉના3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના શહેરમાં રાત્રીના સમયે ગોંદરા ચોક નજીક મોટા પથ્થરો ભરેલો ટ્રક કોડીનાર તરફ જતો હતો. ત્યારે અચાનક ટ્રકમાં વધુ પડતુ લોડીંગ હોવાના કારણે ટ્રક એક સાઇડ નમી જતાં ટ્રક ચાલકે કોઇ અકસ્માત ન સર્જાય તેને ધ્યાને રાખી ટ્રક રસ્તાની સાઇડમાં રાખી દીધેલ હતો. અને રસ્તા પર નાના મોટા વાહનોનો ટ્રાફીક જામ થઇ જતાં કલાકો સુધી ટ્રાફીક જોવા મળેલ હતી. અને ટ્રક માલીક સહીતના ઘટના સ્થળે પહોચી ગયેલ અને બે ક્રેન તેમજ એક જે સી બી ની મદદથી ટ્રકમાં ભરેલા મોટા પથ્થરો નીચે ઉતારી દીધા બાદ ટ્રકને રસ્તા પરથી દૂર કરાતા ટ્રાફીક હળવી થતા વાહન ચાલકો પસાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...