વરસાદની ધમાકેદાર એન્ટ્રી:ઊનામાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો; 1 ઇંચ વરસાદ સાથે ખેતરોમાં પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા

ઉના24 દિવસ પહેલા

ઊના પંથકમાં ગતરાત્રીના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. અને આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલ હતા ત્યારબાદ એકાએક ભારે ઠંડો પવન ફુકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં રસ્તા પર પાણી ભરાતા તળાવો જેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા જાણે તળાવો ભર્યા હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા.

શહેરમાં પણ રાત્રીના ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. બાદમાં આજે બપોર બાદ ઝાંપટા વરસી જતાં મુખ્ય બિસ્માર રસ્તાઓ પર પાણી ભરાતા ભારે કિચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. જેના કારણે વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગીરગઢડા, તેમજ ઊના, ખાપટ, વડવીયાળા, જરગલી, ઉમેજ, પાતાપર, સહીત અમુક ગામોમાં અડધોથી એક ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અને ગ્રામ્ય તેમજ શહેરમાં ધોધમાર વરસાદથી લોકોને ગરમીથી આંશીક રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...