લોકાર્પણ કાર્યક્રમ:ઊનાનાં આમોદ્રા ગામે હાઈસ્કુલના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને વિદાય અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું

ઊના પંથકનાં આમોદ્રા ગામે આવેલ તાલુકાની પ્રથમ ત્રણ હાઈસ્કુલ પૈકીની એક આમોદ્રા વિનય મંદિરના નવા બિલ્ડીગનું લોકાર્પણ તેમજ નિવૃત્ત શિક્ષક મનુભાઈ એન.મોરીનો વિદાય સમારંભ તેમજ ધો-10ના છાત્રોનો પણ વિદાયસમારંભ યોજાયો હતો. તેમજ હાઈસ્કુલના સ્થાપક એવા આગેવાન સ્વ.રાજાબાપા મોરીની પ્રતિમાનું પુન: અનાવરણ સહિતના ત્રિવિધ કાર્યકર્મો યોજાયા હતા.

જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, ઊનાનાં પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, તા.પં. પ્રમુખ સામતભાઈ ચારણીયા, જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ બાંભણીયા, પાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશ જોષી(રાધે), પાલિકા સદસ્ય રાજુભાઈ ડાભી, ધીરુભાઈ જાદવ સહિત તેમજ ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામપંચાયતનાં સદસ્યો તેમજ વાલીગણ, વિદ્યાર્થીઓ, શાળાપરિવારજનો, શૈક્ષણિકસ્ટાફ તેમજ અજિતભાઈ મોરી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહિલા સરપંચ પ્રિયંકા બેન મોરી તેમજ મહાનુભાવોનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું.

આ તકે મહિલા સરપંચ પ્રિયંકાબેન મોરીએ શાળાનાં આચાર્ય એન. બી.ઓઝાને વિદ્યાર્થીઓનાં સાચા ઘડવૈયા અને સફળ સુકાની તરીકે બિરદાવી એમની કામગીરીની પ્રશંસા માટે શબ્દો ઓછા પડતા હોવાનું જણાવેલ. તેમજ DMFની ગ્રાન્ટ માટે સહભાગી બનેલ તત્કાલીન કલેક્ટરને યાદ કરી, મુરબ્બી રાજાબાપાને વંદન કર્યા હતા.

ગ્રામપંચાયત સંચાલિત આ હાઇસ્કુલનાં વડા તરીકે પોતાની કામગીરી એક માલિક તરીકે નહીં પણ માં સરસ્વતીના મંદિરનાં પૂજારી તરીકેની રહશે એમ જણાવી નિવૃત થઈ રહેલ શિક્ષક મનુભાઈ મોરીની સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવેલ, તેમજ વિદ્યાર્થીઓ, અને ગામના યુવાનો ને સ્કૂલ નાં અદ્યતન ગ્રાઉન્ડનો પોતાની કારકિર્દી નાં ઘડતર માટે પૂરો લાભ લેવા જણાવેલ. આ પ્રસંગે ઉપસ્થિત સ્કૂલનાં પૂર્વ આચાર્ય ગોવિંદભાઇ. આર.મોરી તરફથી સ્વ.દૂધીબેન મોરીનાં સ્મરણાર્થે સ્કૂલની અદ્યતન લાયબ્રેરીમાં રૂ.દસ હજારનાં અનુદાનની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...