મહાકાય અજગરનું રેસ્ક્યુ:ઉનાના ખડા ગામે દરિયાઈ કાંઠા વિસ્તારમાં અજગર આવી ચડ્યો; વનવિભાગે સલામત સ્થળે છોડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઉના19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી સીમ વાડી વિસ્તારોમાં અજગર જોવા મળી રહ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલાં સનખડા ગામમાં એક અજગર આંબાવાડીમાં આવી ચઢતાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો આજે ખડા ગામે વહતાબાપા વિસ્તારમાં દરીયાકાંઠે એક મહાકાય અજગર આવી ચડ્યો હતો.

મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ
આજે શનિવારે ઉનાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલ ખડા ગામે વહતાબાપા વિસ્તારમાં દરીયા કાંઠે એક મહાકાય અજગર આવી ચઢતાં લોકોમાં ફફડાટ મચી ગયો હતો. આ બાબતની જાણ વનવિભાગને કરતાં રેસ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આ મહાકાય અજગરનું મહામુસીબતે રેસ્ક્યુ કરી સલામત સ્થળે જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

લોકોમાં ભયનું વાતાવરણ
સામાન્ય રીતે આ અજગર સીમના વાડી વિસ્તારમાં જોવા મળતાં હોય છે પરંતુ હવે દરીયાઈ કાંઠા વિસ્તારમાં પણ પહોચી જતાં આ વિસ્તારનાં વસતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...