મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે શોભાયાત્રા:ઉનામાં કોળી સમાજ દ્વારા માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા કાઢી; મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉના22 દિવસ પહેલા

ઉના શહેરમાં કોળી સમાજ દ્વારા માધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

શહેરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સમસ્ત કોળી સમાજ દ્વારા માધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. ડી.જેના તાલે રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી રામજી મંદિરે આ શોભાયાત્રા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...