ઉનામાં ઠાકોરજીના મંગળ વિવાહ:વરયાત્રાનું સામૈયું કરાયું; મંગલ કન્યાદાન સહિતના કાર્યક્રમો યોજાયા; દેલવાડામાં તુલસી વિવાહ મહોત્સવ યોજાયો

ઉનાએક મહિનો પહેલા

ઉના શહેરમાં દામોદરરાયજીના મંદિરે ઠાકોરજીના મંગલ વિવાહ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રવિવારે સાંજે દામોદરરાયજીના મંદિરે વરયાત્રાનું સામૈયું કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંગલ કન્યાદાન સહિતના વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.

ઠાકોરજીના મંગળ વિવાહમાં વિધીવત લગ્ન ગીતો પણ ગાવામાં આવ્યાં હતાં. આમ ઠાકોરજીના મંગળ વિવાહ સુરેશચંદ્ર વિઠલદાસ મહેતા તેમજ નિર્મળાબેન સુરેશચંદ્ર મહેતા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. તેમજ દેલવાડા ગામે રાધેક્રિષ્ના ગૈમંદિર તેમજ સમસ્ત ગામજનો દ્વારા તુલસી વિવાહ મહોત્સવ યોજાયો હતો. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં ધામધૂમથી તુલસી વિવાહમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...