ઉના સ્યુગર ફેક્ટરમાં પડતર મકાનમાં એક ઝેરી સાપ આવી ચડતા મકાન માલીકને નજરે પડ્યો હતો. જેથી સાપ પકડનારને બોલાવવામાં આવતા દીવથી ડો.દાફડા તાત્કાલીક સ્થળ પર દોડી ગયેલા અને મહામુસીબતે રસલવાયપર નામનો ઝેરી સાપ પકડી પાડ્યો હતો.
આ ઝરી સાપને પકડી પાડી વનવિભાગને શોપી દેવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા જંગલમાં સલામત સ્થળે સાપને મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે સાપ પકડનાર ડો.દાફડાએ જણાવેલ હતું કે આ રસલ વાઇપર ઝેરી સાપ છે. જે કોઇ વ્યક્તિને દંસ મારે તો વ્યક્તિના શરીરમાં લોહીને ઝામ કરી દે છે. આ સાપ ભારતમાં એકમાત્ર ઘાતક ઝેરીલો સાપ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.