ફરિયાદ:પાણખાણ ગામના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ પૂર્વે સમૂહલગ્નમાં આંખ મળી જતા પ્રેમસંબંધ બંધાયો હતો,ફરિયાદ

ગીરગઢડાના જરગલી ગામે સાત વર્ષ પહેલા સમુહ લગ્નમાં પાણખાણના શખ્સ સાથે આંખ મળી ગઈ હતી બાદમાં આ શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત ધમકી પણ આપી હતી.જેથી આ શખ્સ સામે ગીરગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનાના પાણખાણ ગામે રહેતો ભગીરથ ઉર્ફે ભગવતસિંહ ઘેલુ ગોહીલ સાત વર્ષ પહેલા જરગલી ગામે સમુહ લગ્નમાં ગયેલ હોય.

ત્યાં ગીરગઢડા તાલુકાના જરગલી ગામની યુવતી સાથે આંખ મળી ગયેલ અને બન્ને વચ્ચે 6 વર્ષથી પ્રેમસંબંધ બાંધાયેલ અને એક બીજા ફોનમાં વાત કરતા અને આ શખ્સે અવાર નવાર અલગ અલગ જગ્યા ફરેડા ગામની સીમ જંગલ વિસ્તારમાં, દ્રોણેશ્વર રોડ પર આવેલ ખોડલ ફાર્મમાં લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરેલ અને યુવતીને કહેલ કે આ બાબતે કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હોય જેથી યુવતીએ આ પરણિત શખ્સ સામે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...