પોલીસ જવાને માનવતા મહેકાવી:નવાબંદર પોલીસ જવાનને પૈસા ભરેલું પાકીટ મળતા મૂળ માલીકને સોધી પરત કર્યું

ઉના9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એક વ્યક્તિનું પાકીટ મળી આવ્યું હતું. જે પૈસા ભરેલું પાકીટ મૂળ માલીકને પરત કરી માનવતાનું ઉદાહરણ પરુ પાડ્યું હતું.

તાત્કાલીક મૂળ માલીકનો સંપર્ક કરી પાકીટ પરત કર્યું
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભીખુશા બચુશા જુણેજા ઉના કોર્ટમાં હતા. એ દરમિયાન પૈસા ભરેલું પાકીટ તેમને મળી આવેલ હતું. આ પાકીટમાં રૂ. 17,000 રોકડ રકમ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ હતા. જેથી પોલીસ કર્મીએ પાકીટ કોનું છે તેની તપાસ કરતા સોનારી ગામે રહેતા કાળુભાઇ ઉકાભાઇ ચૌહાણ વાળાનું હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે તાત્કાલીક તેમનો સંપર્ક કરી મૂળ માલીક કાળુભાઇ ચૌહાણના પાકિટમાં રોકડ રકમ સાથે જરૂરી ડોક્યુમેન્ટની ખરાઇ કર્યા બાદ તેમને પરત કર્યું હતું. આ બનાવે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનનું તથા પોલીસ પરિવારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીયુ છે.

અન્ય સમાચારો પણ છે...