અણધાર્યા મોતથી પરિવારમાં શોક:ઉનાના ભાડાસી ગામે રહેતા આધેડનું વણાકબારા જેટી પર અચાનક તબિયત લથડતાં મોત નીપજ્યું

ઉના13 દિવસ પહેલા

ઉનાના ભાડાસી ગામે રહેતા આધેડનું દિવના વણાકબારા જેટી પર તેમના મિત્રની બોટ આવતા તેમને મળવા પહોચ્યાં હતા. ત્યારે અચાનક તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેક કર્યા હતા. પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અચાનક તબીયત લથડતા સારવાર અર્થે ખસેડાયા
ભાડાસી ગામે રહેતા લખમણભાઇ દેવાતભાઈ લાખણોત્રા તેવો દીવના વણાકબારા ખાતે આવેલ જેટી પર તેમના મિત્ર બીજલભાઈ નારણભાઇની બોટ આવેલી હતી. તેથી લખમણભાઇ તેમને મળવા વણાકબારા પોહચ્યાં હતા. ત્યાં જેટી પર લખમણભાઇની અચાનક તબિયત લથડતાં તાત્કાલિક ઈમરજન્સી 108ને જાણ કરી અને દીવ હોસ્પિટલે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતા.

આધેડના અણધાર્યા મોતથી પરિવારમાં શોક
આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી જઈ અને તેમના પરિવારને જાણ કરી હતી. પરિવારમાંથી તેમના ભાઈ હરિભાઈ તથા સંબંધીઓ તાત્કાલિક દીવ હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતકના મૃતદેહને દીવ હોસ્પિટલ ખાતે પી.એમ. કર્યાં બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આમ આધેડની અચાનક તબિયત લથડતાં મોતની ઘટના બનતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...