ઉનામાં સિંહ દિવસની ઉજવણી:ગુજરાતના ગૌરવ ગીરના સિંહનો સંરક્ષણ સંકલ્પનો સંદેશો આપ્યો, એકમાત્ર ગીર જંગલમાં જોવા મળે છે એશિયાટિક સિંહો

ઉના4 મહિનો પહેલા

ઉના શહેર અને તાલુકાની શાળાઓમાં વિધાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે તાલુકાના સનખડા ગામે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સનખડા કુમાર શાળા, કન્યા શાળા એમ.જી દામાણી હાઈસ્કૂલના વિધાર્થી ઓએ સિંહના મોરા પહેરી સનખડા, ગરાળ ગામમાં રેલી કાઢી સંદેશો આપવામાં આવ્યો હતો. ત્યારે રેલીમાં છાત્રોએ સિંહ અમારી શાન છે તેવાં સૂત્રો ચાર સાથે ગામની મુખ્ય બજાર સહીત વિવિધ વિસ્તારોમા રેલી યોજી હતી.

ગુજરાતના ગૌરવ ગીરના સિંહના સંરક્ષણનો સંકલ્પ કરીએનાં સંદેશો આપેલ હતો. જેમાં નવાબંદર રાઉન્ડનાં વનવિભાગ સ્ટાફ દ્વારા શાળાઓમાં છાત્રોને સિંહ વિશેની વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ઊના શહેર તેમજ નાંદરખ ગામે પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ સિંહના દોરેલા ચિત્ર વાળા પોસ્ટરનાં મોરાઓ મોઢે બાંધી સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અને છાત્રોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...