આયોજન:ઊના-ગીરગઢડા પ્રા.શિક્ષકોના એક્સિસ બેંકમાં ખાતા ખોલાવવાને લઈ હોટલમાં બેઠક મળી’તી

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહેવાલ પ્રસિદ્ધ થતા જ ટીપીઓએ ગૃપમાં મેસેજ કર્યો ફરજીયાત નથી

એકિસીસ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે ઊનાની એક હોટલમાં બેઠક મળેલ અને બેઠકમાં બેંકના અધિકારી અને કર્મચારીની સાથે તાલુકા શિક્ષણાધિકારી સહીત શૈક્ષણિક સ્ટાફ હાજર હોય આ ખાનગી બેઠકમાં વર્ષો જૂનાં શિક્ષકોનાં એસબીઆઈ તેમજ અન્ય કોઈ બેંકમાં ખાતા હોય આ તમામ ખાતા એકિસસ બેંકમાં સવેચછીક ખોલાવવા અને બેંક દ્વારા લાભો અપાશે એવી ચર્ચા થઈ હતી. આ વાત તાલુકા શિક્ષણાધિકારીને ગળે ઉતરી ગઈ હતી. બાદમાં હોટલમાં ભોજન પણ લીધુ હતું. બાદ ટીપીઈઓએ તમામ શિક્ષકો તેમજ આચાર્યને સવેછીક ખાતા ખોલાવવા અંગે 18 જુન 2022ની બેઠકનો પત્ર કર્યો હતો.

અને શિક્ષકોમાં કચવાટની લાગણી જોવા મળી હતી. પરંતુ શિક્ષકો અધિકારીની સુચનાનો અનાદર કેમ કરવો તેની મુંઝવણમાં મુકાયા હતા. અંતે આ અંગેનાં એહવાલ પ્રસિધ્ધ થયા બાદ ટીપીઈઓ પણ મુંજવણમા મુકાયાં હતા અને વિવાદમાંથી બહાર નિકળવા શિક્ષકોના સોસીયલ મીડીયા ગૃપમાં મેસેજ કરી જણાવ્યું હતુ કે, એક્સીસ બેંકમાં ખાતા ખોલવા અંગે કોઈ ફરજિયાત ખાતા ખોલાવા કે સેલેરી એકાઉન્ટમાં ફેરવવા અંત્રેથી સુચના આપવામાં આવેલ નથી. શિક્ષકો સ્વેચ્છાએ ખાતા ખોલાવી શકશે ખોટું અર્થઘટન કરવું નહીં તેવો મેસેજ કરતાં બુદ્ધિજીવી શિક્ષકોમાં હાસ્ય જનક બન્યા હોવાનો શુર જોવાં મળ્યો છે.

સ્વેચ્છીક ખાતાનું પણ કોઈ કહી શકે નહીં
શિક્ષકોમાં એવો ગણગણાટ સાંભળવા મળેલ કે સ્વેચ્છાએ ખાતા ખોલાવવાનું પણ અમને કોઈ અધિકારીઓ કહીં ન શકે ખાતા ક્યાં ખોલવા તે અમારી મરજી ઉપરની વાત છે. તેમ છતાં સ્વેચ્છિક ખાતા અંગે ખોટું અર્થઘટન કરવું નહી તેવો મેસેજ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...