આરોગ્ય કેન્દ્ર બન્યું જંગલ:ઉનામાં સામુહીક આરોગ્ય કેન્દ્રના ગેટ અંદર ગાંડા બાવળ ઉગ્યા; તંત્રની બેદરકારી સામે લોકો નારાજ

ઉના23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીમર ગામનું સામુહીક આરોગ્ય કેન્દ્ર જંગલ સમાન બનવા પામ્યું છે. ગેટની અંદરજ ગાંડા બાવળનો સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારી સામે લોકોમા ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગાંડા બાવળને દૂર કરવા લોકોની માગ
ઉનાના સીમર ગામમાં આવેલા સામુહીક આરોગ્ય કેન્દ્ર હેઠળ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દર્દીઓ સારવાર તેમજ દવા અર્થે આવતા હોય છે. પરંતુ આ આરોગ્ય કેન્દ્રના ગેટમાં પ્રવેશ કરતા જ પહેલા જંગલમાં પ્રવેશ કર્યો હોય તેવો અહેસાસ થાય છે. કેમ કે સીએચસીના કંપાઉન્ડમાંજ ગાંડા બાવળના ઝાડ ઉગી નિકળેલા જોવા મળ્યા હતા. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવી પડે છે. આમ તંત્રની બેદરકારી સામે લોકોમા ભારે નારાજગી જોવા મળી હતી. તંત્ર દ્રારા આ ગાંડા બાવળને દૂર કરવા લોકોની માંગણી ઉઠવા પામેલી છે.

અન્ય સમાચારો પણ છે...