ડાલામથ્થો સીસીટીવીમાં કેદ થયો:સમઢિયાળા ગામે મોડી રાતે સિંહ આવી ચડતાં પશુઓમાં અફડાતફડી; ત્રણ પશુનાં મારણ કરી મિજબાની માણી

ઉનાએક મહિનો પહેલા

ગીરના વન્ય પ્રાણીઓનું સીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવવું સામાન્ય બની ગયું છે અને તેમને શિકાર પણ સહેલાઈથી મળી જતો હોય છે. ત્યારે ઉનાના મોટા સમઢિયાળા ગામમાં ગઈકાલે શુક્રવારે રાત્રીના એક સાવજે ત્રણ પશુઓના મારણ મારી મિજબાની માણી હતી. જો કે ગામમાં સિંહ આવી ચઢતા પશુઓમાં અફડા તફડી મચી ગઇ હતી અને સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો
મોટા સમઢિયાળા ગામમાં આજે રાત્રીના 3 વાગ્યાની આસપાસ એક ડાલામથ્થો ગામમાં આવી ચઢતાં પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. જેમાં એક પછી એક અલગ અલગ વિસ્તારમાં ત્રણ પશુનાં મારણ કર્યાં પછી તેણે મારણની મીજબાની માણી હતી. બાદમાં વહેલી સવારે સિંહ સીમ વિસ્તાર તરફ જતો રહ્યો હતો. જો કે રહેણાક વિસ્તારમાં સિંહ આવતા ગામમાં રહેતાં પ્રફુલભાઈ કોરાટ ઉપ સરપંચના રહેણાંક મકાનની આજુબાજુ આંટાફેરા કરતો સિંહ સીસીટીવી કેમેરા કેદ થયો હતો. જ્યારે સિંહ આવેલો ત્યારે શ્વાન ભસવા લાગતાં સિંહે અન્ય વિસ્તારમાં જઈ મારણ કરી મીજબાની માણી હતી.

અન્ય સમાચારો પણ છે...