સિંહે મારણની મિજબાની માણી:ઉના વેરાવળ હાઇવે પર લામધાર ગામના પાટીયા પાસે રાત્રીના સમયે સિંહનો ગાય પર હુમલો; ગૌરક્ષક દળ બચાવ અર્થે પહોંચ્યું

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉના વેરાવળ હાઇવે પર લામધાર ગામના પાટીયા પાસે રાત્રીના સમયે એક સિંહે ગાય પર હુમલો કર્યો હતો. જેથી ગાયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આમ, શિકારી સિંહે શિકાર કર્યો હતો અને પોતાની ભૂખને સંતોષવા જે મળ્યું તેના પર તરાપ મારી મારણની મિજબાની માણી હતી.

આ દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં ફફડાટ મચ્યો
લામધાર ગામના પાટીયા પાસે સિંહે ગાય માતા પર હુમલો કરી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદમાં સિંહે મારણની મિજબાની માણતાં આ વિસ્તારમાં ફફડાટ મચી ગયો હતો. આ અંગેની જાણ હિન્દુ યુવા સંગઠન ભારત ગૌરક્ષક દળ સીલોજ, લામધાર ગામની ટીમના સેવાભાવી યુવાનોને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. મારણની મિજબાની માણતાં સિંહને હાકલા પડકારા કરી દૂર ખસેડવામાં આવ્યો પરંતુ ગાયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આમ, સિંહે મારણની મિજબાની માણી હતી.

અન્ય સમાચારો પણ છે...