દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય:ઉનાના તપોવન પાટિયાં પાસે શિકારની શોધમાં લપાઈને બેઠેલો દીપડો વાહનનો અવાજ આવતા નાશી છૂટ્યો, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ

ઉના2 મહિનો પહેલા

ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર આવેલ તપોવન પાટિયાં નજીક એક વાડીમાં દિપડો શિકારની શોધમાં લપાઈને બેઠેલો હતો. ત્યારે અચાનક વાહનનો અવાજ સંભળાતા દિપડો ઊભો થઈ ચાલતો થયો અને નારિયેલીના થડ ઉપર ઉભી ધીમે ધીમે નજીકની વાડી વિસ્તારમાં ચાલ્યો ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાડીમાં પસાર થતા વાહન ચાલકે મોબાઈલમાં કેદ કરેલ હોઈ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આમ વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા શિકારની શોધમાં અવાર નવાર સીમ વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાથી લોકોમાં ભય ફેલાયેલ હતો.

જોકે અગાઉ દોઢ માસ પહેલાં દીપડાએ દ્રોણ ગામે એક બાળક પર હુમલો કર્યો હતો અને 2 દિવસ પહેલા મંગળવારે રાત્રીનાં ફાટસર ગામે વાડી વિસ્તારમાં યુવતી પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે હવે ફરી ઉના શહેર અને સીમ વિસ્તારોમાં અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ છે. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...