• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • A Leopard Entered The Large Lake Of Una While Picking Up A Dog And Releasing It, The Cow Reared Its Head On The Leopard, Seriously Injuring The Dog While Releasing It.

શ્વાનને ઉપાડી જતા દીપડાના CCTV:ઉનાના મોટા સમઢિયાળામાં દીપડો ઘૂસી આવી એક શ્વાનને ઉપાડી જતા તેને છોડવા ગાયએ દીપડા ઉપર માથું ઉચક્યું, બાદમાં છોડી મૂકતા શ્વાનને ગંભીર ઈજા

ઉનાએક મહિનો પહેલા

ગીર જંગલના વન્ય પ્રાણીઓને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સીમ વાડી વિસ્તારમા આવુ સામાન્ય બની ગયું હોય તેમ ઉનાના મોટા સમઢીયાળા ગામમાં મોડી રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં એક દીપડો આવી ચડ્યો હતો. અને રખડતા શ્વાનને ગળાના ભાગેથી પકડી ઉઠાવી ગયો હતો. જોકે આ શ્વાનને ભસવા લાગતા દીપડાએ આગળ જતાં છોડી મૂકેલ હતો. પરંતુ શ્વાનને ગળાના ભાગમાં ગંભીર ઈજા પહોંચીએ હતી.

મોટા સમઢીયાળા ગામમાં આવેલ ગ્રામીણ બેંક નીચે રાત્રિના એક વાગ્યાની આસપાસ રસ્તા ઉપર એક શ્વાન તેમજ બે ગાય ઘોર નિંદ્રામાં આરામ કરતા હતા. ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો હતો. અને શ્વાનને નિશાન બનાવી ધીમે ધીમે છૂપાઈને શ્વાન પાસે પોંહચી તેના ગળાના ભાગે દીપડાએ મુખ વડે પકડી નાસી છૂટ્યો હતો. આ સમયે બાજુમાં બેસેલી ગાય એ સ્વાનને છોડાવવા માટે દીપડાને માથું ઉચકાવ્યું હતું. પરંતુ દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. તેમજ આ વિસ્તારમા દીપડો આવતા અન્ય શ્વાન પણ ભસતા હતા. આ સમગ્ર ઘટના આ વિસ્તારમાં રહેતા ઉપસરપંચ પ્રફુલભાઈ જીણાભાઈ કોરાટના રહેણાંક મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આમ ગામમાં દીપડો આવી ચડતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. અને વન વિભાગ દ્વારા આ દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી ગામલોકોની માંગ ઉનાના મોટા સમઢિયાળામાં દીપડો ઘૂસી આવી એક શ્વાનને ઉપાડી જતા તેને છોડવા ગાયએ દીપડા ઉપર માથું ઉચક્યું, બાદમાં છોડી મૂકતા શ્વાનને ગંભીર ઈજાઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...