ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકો ગીર જંગલને અડી આવેલ છે. વન્યપ્રાણીઓ સિંહ, દીપડા અવારનવાર શિકારની શોધમાં અહીં આવી ચઢતા હોય છે. ત્યારે તાલાલાના રાતીધાર ગામે રાત્રિના સમયે દીપડો ગામમાં આવી ચડ્યો હતો. દીપડો એક પથ્થરની દિવાલ પર આરામથી બેઠેલો હતો તે જોઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
તાલાલાના રાતીધાર ગામે ગત રાત્રિના સમયે વન્ય પ્રાણી દીપડો ગામની અંદર આવી એક પથ્થરની દિવાલ ઉપર આરામથી આસન જમાવી બેસી ગયો હતો. દીપડો દિવાલ ઉપરથી નજીકમાં શિકારની શોધ કરતો હોય તેમ ચારે તરફ જોતો નજરે પડે છે. જેથી આ વિસ્તારમાં રહેતા લોકો અને અન્ય ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે સિંહ કરતા દીપડો વધુ ઘાતક હોય છે કેમ કે તે છૂપાઈને માણસ પર હુમલો કરતો હોય છે. જેથી સ્થાનિકોમા ફફડાટ ફેલાયો છે. વનવિભાગ તાકિદે આ દીપડાને પાંજરે પુરવા આ વિસ્તારના લોકો માગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.