ઊનાની સરકારી હોસ્પિટલ જ માંદગીનું ઘર:ગેટની અંદર પ્રવેશ કરતા ચારેકોર ગ્રાઉન્ડમાં કીચડના થર અને ગંદકીઓનું સામ્રાજય

ઉના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને સારવારનાં બદલે વધુ બીમારીનો ભોગ બનવાનો વારો

ઉના સરકારી હોસ્પિટલમાં તાલુકાના આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ આ હોસ્પિટલજ જાણે માંદગી હેઠળ જીવીત હોય તેમ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોકે હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે આવતા હોય પણ અહિતો ક્યાંક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. દર્દીઓને સારવારનાં બદલે વધુ બીમારીનો ભોગ બનવાનો વારો આવે તે વાતને નકારી શકાતી નથી.

ઊના સરકારી હોસ્પીટલના ગેટની અંદર પ્રવેશ કરતા ચારેકોર ગ્રાઉન્ડમાં કિચડના થર અને ગંદકીઓનું સામ્રાજય જોવા મળી રહ્યું હતું. હોસ્પિટલમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે માંદગીના ખાટલા ઉપર વધુ રહેવુ પડે છે. આ બાબતે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારી આ કિચડ ગંદકીને સફાઈ કરી દૂર કરવા જાગશે ખરા ? તાલુકાભર માંથી આવતા દર્દીઓને પડતી મુશ્કેલીનો અંત લાવી શકશે ખરા ?

અન્ય સમાચારો પણ છે...